છે જિજ્ઞાસા મને તારા,
નયનોમાં રહેલા અનેક,
પ્રશ્નોને જાણવાની...
છે જિજ્ઞાસા મને તારા,
મનની અંદર રહેલી,
લાગણીને સમજવાની....
છે જિજ્ઞાસા મને તારા,
અદભુત સોંદર્યને પામી,
તુજમાં સમાવવાની....
છે જિજ્ઞાસા મને તારા,
મધુર હાસ્યને એકીટશે,
બસ જોયા કરવાની....
છે જિજ્ઞાસા "રાજલ" ને
તુજ સંગ જીવનભર,
જીવન જીવવાની.....
-Rajeshwari Deladia