વગર કરવતે હમેશાં અમે વેંતરાઈ ગ્યા;
પોતાનાઓની વચ્ચે અમે છેતરાઈ ગ્યા;
આમ તો સમાજ પણ છે એક ખેતર,
ને સબંધો વાવવા અમે જોતરાઈ ગ્યા;
માંડ પાંગર્યાં સબંધો બે ચાર ત્યાં જ,
વગર ખોતરણીએ અમે ખોતરાઈ ગ્યા;
કર્યા જ્યાં પ્રયાસ સાચવવા હર સબંધ,
ત્યાં પણ બદનામ અમે કોતરાઈ ગ્યા;
નિશ્ચિત છે મૃત્યુ જ્યારે બધાનું "વિએમ"
ને વગર આમંત્રણે જ અમે નોતરાઈ ગ્યા;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)