કેટલું સરળ છે સૌને ગમી જવું!
કેટલું સરળ છે સૌને ગમી જવું,
અનિચ્છાએ પણ સદા નમી જવું !
માણસ છીએ, ગુસ્સો તો આવે હોં !
સહેજ તપીને પછી શમી પણ જવું!
ના ગમે કોઈની વાત તો કંઈ નહીં,
વ્હાલા, ધીરેથી ત્યાંથી સરકી જવું,
વડીલોના વ્હાલ, યારાની યારી સાથે.
સૌ સત્સંગની મોજમાં મહાલી લેવું!
દુભાય હૈયું, હસતાં મોંઢે જીવી લેવું,
કદિક લાગે દુઃખ તો રડી લેવું !
બસ, આવડી જાય ખુદને આટલું,
તો સાવ સરળ છે સૌને ગમી જવું!
........અજ્ઞાત