વસંત વાટે, ત્યાં જો પકડી લે,
તું ખૂદ માંજ , એને જકડી લે,
હું થી હજાર, ઘણો વિસ્તારી,
અનંત માં જરા ,જો ઝટકી લે.
સદાય ખરતી , રહે ક્યાં પાનખર
યુવાન યારી માં , દિલ પકડી લે.
કરીને વાત વતેસર , વખત મહીં,
ઝડપથી આગને પણ ઝડપી લે.
વિખેરી નાખ તું , માયા જાળ,
તું ચિતને ત્યાંય જરા અડકી લે.
-મોહનભાઈ આનંદ