કઠણ ચોટ છે કાળની રે,
મરણ મોટેરો માર,
કંઇક રાજા ને કંઇક રાજીયા,
હાં રે મેલી હાલ્યા સંસાર રે - હેતે હરિરસ
સંસાર ધુમાડાના બાચકા રે,
સાથે આવે ન કોઇ...
રંગ પતંગનો ઉડી જશે,
હાં રે જેમ આકડાનુ તૂર રે - હેતે હરિરસ
કેના છોરુ ને કેના વાછરું રે,
કોના માય ને બાપ....
અંતકાળે જાવુ એકલુ ,
હા રે સાથે પુણ્ય ને પાપ રે - હેતે હરિરસ
માળી વિણે છે રુડાં ફુલડાં રે,
કળીઓ કરે વિચાર....
આજનો દિન રળિયામણો,
હાં રે કાલ આપણા શિર ઘાત રે - હેતે હરિરસ
જાયા તેતો સર્વે જશે રે,
કોઈ કેડ્યે કોઈ મોર...
મરનારાને તમે શું રે રુઓ?
હાં રે રોનાર નથી રહેનાર રે - હેતે હરિરસ
દાસ 'ધીરો' રમે રંગમાં રે,
રમે દિવસ ને રાત....
હું ને મારું કરો મિથ્યા,
હાં રે રમો પ્રભુ સંગાથ રે - હેતે હરિરસ
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,