રામ હંસ (ઉગમ ફોજ)
🚩🚩🚩🚩🚩
ગુરૂ પ્રતાપે અસલ ઘર પાયા, સંતો પારખ જ્ઞાન પરખાયા...ટેક
સોહંમ તંત સરભંગી દેવા ઓમકાર ઉર લાયા,
રણુકાર જબ હુવા અવાજા અણસારે ઉલટાયા... ટેક
રૂપ અરૂપી અખંડ અવિનાશી હંસા ઉલટ સમાયા,
દેહ વિદેહી નામ અનામી મુળ સ્વરૂપ દરશાયા... ટેક
વેદ ભેદ અભેદ અહોનિશ અજર અમર કહાયા
અચળ અડોલ અનુપ હજિરા અચરજ ખેલ દિખાયા... ટેક
જ્યાં નહીં કો લક્ષ ચોરાશી નિર્લેપ હે નિરધારા,
નિર્બંધ જાકો બંધન નાહી પરમ મોક્ષ પહુચાના... ટેક
મહિમા અનંત અપાર ગુરૂ કી બ્રહ્માદિક ગુણ ગાયા,
રામહંસ સતગુરૂ સુજાના ઉગમ અલખ પદ પાયા... ટેક