આશન સહિત આસમાન હંસો હાલ્યો ગયો
સખી યોગ વિયોગ થી અપાર હતો ત્યાં નો તીયા રીયો... ટેક
અમરાપુર માં અસ્થાન અમર પછે નહીં મુવો,
સખી સુખ સાગર ની માઈ નીમક મટી ને નીર હુવો... ટેક
ગોતણહારો થયો ગેબ નારી કે નર નો રહ્યો,
સખી આપે થયો અદવૈત ખોળણહારો ખોવાઈ ગયો... ટેક
સતગુરૂ મંગળરૂપ એલમ ઐસો દીયો,
સખી અવિચળ ધણી ની હતી આશ મરના પેલા મળી ગયો... ટેક
દાસ સવો દો ઘાટ ભાંગી ને ભુકો થયો,
સખી વીદેહ મુલકની આ વાત સંદેશો સૌને કીયો