Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભગતી કેરો મારગ રે ફુલડા કેરી પાખડી રે ..
સુંઘે તેને સ્વાદ અનેરો હોય રે હા .. હા
એવો ભગતી કેરો.મારગ રે...

કરણીના પુરારે સુરા થઇને ચાલશે રે ..
કાયર જોને ખાશે જમ કેરો માર રે . હા .... હા
એવો ભગતી કેરો.મારગ.રે...

ધરણીના ધીંગા રે પુરા નર જે હશે રે હા .
મરજીવા તો ખેલ રે મેદાન રે હા ... હા ...
એવો ભગતી કેરો મારગ રે ..

સ્વાદ ને સુગંધ રે ગોપીચંદ ભરથરી રે..
જેને વાતમા ઉપજ્યો વેરાગ રે હા .... હા .
એવો ભગતી કેરો મારગ રે ..

ગુરુ પ્રતાપે રે જેઠીરામ બોલીયા રે
દેજો અમને સંત ચરણ માં વાસ રે . હા ... હા .
એવો ભગતી કેરો મારગ રે ફુલડા કેરી પાખડી રે
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

Gujarati Religious by બાબા સત્સંગી : 111668074
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now