Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભગા ચારણનો ભેળીયો
🙏🔱🛕🛕🔱🙏

ઉચેં રે ડુંગર માડી તોળા ઓરડા,
નેજાણી નીચે છે કાંઈ નદીયુ કેરા નીર,
ભેળીયાવાળી રે હો મગરમચ્છવાળી રે હા...
ખોડલઆઈ વેલેરી કરજો રે મારી વાર...

નવઘણ દળ લઈને માડી હાલીયો રે,
માડી એને દરીયો રે આડો છે અપરંપાર,
મોજા ઉછળે રે હો મારગ મળે નહી રે હા...
જગદંબા વેલેરી કરજો રે મારી વાર...

નવઘણ આવ્યો વરુડી ને નેહડેં,
નેજાળી ને કર જોડી લાગ્યો પાય,
વારણા લીધા રે હો આશિષ આઈ એ દીધા રે હા...
ભગવતી વેલેરી કરજો રે મારી વાર...

નવઘણ દળ લઈને હાલીયો,
હેજી ઈ તો હાલ્યો રે કાંઈ સિંધ મારગ મોજાર,
ચકલી બની આવી રે હો ભાલે થઈ સવારી રે હા...
માતાજી એ મારગ રે દીધો સમંદર માંય...

સુમરાને માર્યો માં એ સિંધમા,
જગદંબા એ ઉતાર્યો કાંઈ ભૂમી કેરો ભાર,
ભગા ચારણે ગાયો રે
માડી તારો ભેળીયો
તમે રાખો હવે ચારણ કુળની લાજ...

👏👏🔱🔱🔱👏👏

Gujarati Religious by બાબા સત્સંગી : 111668072
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now