‼️🌹♻️ *જય ગુરુદેવ* ♻️🌹‼️
ગુરૂજી મહામંત્ર નો મોટો છે મહિમાય
વખાણું બ્રહ્મના ભેદમા.....
જેનો રૂષિમુનીયો જપતા રે જાપ
હરિ નોતા ચારેય વેદ માં . ગુરૂજી....
ગુરુજી મહામંત્ર નો મોટો છે મહિમાય.....
ગુરૂજી અચલ જુગમા નહોતો રે આધાર
પચાસ કરોડ માં પાણી રે....
તેદી નીરંજન હતા નિરાકાર
તેમાંથી શક્તિ દરશાણી ...રે
ગુરુજી મહામંત્ર નો મોટો છે મહિમાય.....
ગુરૂજી શક્તિ એ કિધો સમાગમ
નિરંજને વચન દિધો...રે
એવો ઉમૈયાને લાગ્યો રે ઉમેદ
ત્રણ પુરૂષ પ્રગટ કિધા...રે
ગુરુજી મહામંત્ર નો મોટો છે મહિમાય.....
ગુરૂજી પંચે મળીને કર્યો આરાધ
શક્તિ એ પ્રમોદ કિધો ....રે
તેદી ધરતી ના બધયા રે ધર્મ
નીજ ધરમ તેદી થાપયો....રે
ગુરુજી મહામંત્ર નો મોટો છે મહિમાય.....
ગુરૂજી નાદને બુંદ નો આ વિસ્તાર
સંસાર પ્રગટ કિધો ....રે
એમ કહી ને બોલ્યાં રૂષી મારકુડ
આ મહામંત્ર શિવજી એ દિધો.....રે
ગુરૂજી મહામંત્ર નો મોટો છે મહિમાય....
*હરહર મહાદેવ* *ૐનમઃ શિવાય*
*જય ગુરૂદેવ*
🔸🔹🔸🔹🔸❌🔸🔹🔸🔹🔸