તોરલ રે સમજાવે જાડેજા ને શાન માં
તમે સમજો જેસલ રાય રે
તોરલ રે સમજાવે જાડેજા ને શાન માં
ગુરુ ને ગોતી લ્યો ગગન મંડળ મા
સતગુરુજી બતાવે સાચી સાન
તોરલ રે સમજાવે જાડેજા ને શાન માં
એવી સાન રે સમજી લ્યો ગુરુ દેવ ની
એ વરતો તમે વચનો ની માય
આવું તોરલ રે સમજાવે જાડેજા ને શાન માં
ગુરુ રે વિના ના પાર નઇ પહોચીએ
સતગુરુ ઉતારે ભવપાર
તોરલ રે સમજાવે જાડેજા ને શાન માં
એવા વાણી ને વર્તન ઉજળાં કાયમ રાખજો
જપો તમેં જરણા માયલા જાપ
તોરલ રે સમજાવે જાડેજા ને શાન માં
ગુરુ ના પ્રતાપે સતી તોરલ આવુ બોલ્યાં
જાવું મારે અલખધણી ને દ્વાર
તોરલ રે સમજાવે જાડેજા ને શાન માં
🙏 જ્ય ગુરૂ મહારાજ 🙏