Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🏵️🔆♻️🏵️🔆♻️🏵️🔆♻️🏵️

🌷રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં....
સીતા રામ તણાં સત્સંગમાં, રાધે શ્યામ તણાં તું રંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ અજાને રંગમાં......

આજે ભજશું કાલે ભજશું
ભજશું સીતા રામ ક્યારે ભજશું રાધે શ્યામ
શ્વાસ ખૂટશે નાડી તૂટશે પ્રાણ નહીં રહે તનમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં
સીતા રામ તણાં સત્સંગમાં, રાધે શ્યામ તણાં તું રંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં

જીવ જાણતો ઝાઝું જીવશે
મારું છે આ તમામ, પેલા અમર કરી લઉં નામ
તેડું આવશે જમનું જાણજે, જાવું પડશે સંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં
સીતા રામ તણાં સત્સંગમાં, રાધે શ્યામ તણાં તું રંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં

સૌ જીવ કહેતા પછી જંપીશું
પહેલા મેળવી લો ને દામ, રહેવાના કરી લો ઠામ
પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા વ્યંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં
સીતા રામ તણાં સત્સંગમાં, રાધે શ્યામ તણાં તું રંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં

ઘડપણ આવશે ત્યારે ભજીશું
પહેલાં ઘરના કામ તમામ, પછી કરીશું તીરથ ધામ
આતમ એક દી’ ઊડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં
સીતા રામ તણાં સત્સંગમાં, રાધે શ્યામ તણાં તું રંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં

બત્રીસ ભાતનાં ભોજન જમતાં
ભેળી કરીને ભામ, એમાં ક્યાંથી સાંભરે રામ?
દાન-પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ભમે તું ઘમંડમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં
સીતા રામ તણાં સત્સંગમાં, રાધે શ્યામ તણાં તું રંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં

રંગ રાગમાં ક્યારે રટાશે?
રહી જાશે આમને આમ, માટે ઓળખને આતમરામ
બાબા આનંદે હરિ ૐ અખંડ છે ભજ તું શિવની સંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં...

🏵️🔆♻️🏵️🔆♻️🏵️🔆♻️🏵️

Gujarati Religious by બાબા સત્સંગી : 111668067
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now