બેસવું દિલમાં'ય ,સાચી ગઝલ છે મિત્રો,
પ્રેમની છે સાચે જો, હમશકલ છે મિત્રો;
દૂર દર્શન તું નજીકે, હ્દય માંહી જો,
છે કોઈ આનંદમય ,ત્યાં મજલ છે મિત્રો;
દોડતો આવીને , બાઝી પડે ફટાફટ,
ઝખ્મો પર છે મરહમી ત્યાં અસલ છે મિત્રો.
હોય તાંદુલ સાટે, અઢળક છૂપાવતો જ્યાં,
મહેરબાની હોય છાની, ફઝલ છે મિત્રો.
હા ને ના વચ્ચે ઘણો , થાય છે તમાસો
હોય ત્યાં આનંદ જેમાં, દખલ છે મિત્રો.
-મોહનભાઈ આનંદ