હું છુ અમદાવાદી
હા જી હું છું અમદાવાદી ..
લોકો ભલે કહે કંજૂસ
હું તો રહુ હંમેશા ખુશ
પરવા નથી કોઈ શું કહે
રે'વું હોય જેને જેમ રહે
હું છુ અમદાવાદી ....હા જી ...
રોજ રમે છે આટોપાટો
શહેર મારું છે સન્નાટો
દિવસ ઉગે ને થાય અસ્ત
બંદા તો સદા મોજે મસ્ત
હું છુ અમદાવાદી ...હા જી ...
રાયપુર ના ભજીયા નો સ્વાદ
કાયમ એતો રહી જાય યાદ
સી.જી.રોડ ની નિત નવી ફેશન
છે લોકો માં અહીં બહુ પેશન
હું છુ અમદાવાદી ...હા જી ...
રિવરફ્રન્ટ માં વિમાન મળે
જોવા લોક અહીં ટોળે વળે
કાંકરિયા ની શોભા અહીં છે
એવુ અનેરું તળાવ અહીં છે
હું છુ અમદાવાદી ...હા જી ...
સેન્ડવીચ ના સ્વાદ ઘણેરા
ચારભુજા ને મહારાજ અનેરા
સ્વાદ ની શું વાત કરું અહીં
દરેક વિસ્તાર ફેમસ અહીં
હું છુ અમદાવાદી ...હા જી ...
છે અહીં સાબરમતી ની શોભા
રાત્રે જોઈ રહો તમે એની આભા
ઘરેણું છે ગુજરાત તણું એ
"પતંગ" અમદાવાદ તણું એ
હું છુ અમદાવાદી ...હા જી ...
રિલીફ રોડ ને ગાંધી રોડ
રાજમાર્ગ છે એ બે રોડ
દિવસે ટ્રાફિક ખેંચમ ખેંચ
ને રાતે રમાય છે અહીં મેચ
હું છુ અમદાવાદી ...હા જી ...
માણેકચોક નો મહિમા ઘણો
સોના ચાંદી નો વેપાર ઘણો
દિવસે થાય કરોડો ની ઘાણી
ને રાતે ભરાય ખાણીપીણી
હું છુ અમદાવાદી ...હા જી ...
નિકોલ થી લઇ ઘુમા સુધી
હાંસોલ થી વળી ઘોડાસર સુધી
ઘણું વિસ્તર્યું છે બહુ આબાદ
શહેર "બકુલ" નું છે અમદાવાદ
હું છુ અમદાવાદી ...
હા જી હું છુ અમદાવાદી ...
- બકુલ ની કલમે ✍️
05-11-2020
13.40