આ દીવસનો અંધકાર કયાં સુઘી,
અંજવાંસ ના ઉજાગરા કયાં સુધી..!
દિવસો ભર્યાં છે..દીવા સ્વપ્નો તણા, એ દીવા તણો પ્રકાશ કયાં સુધી..આ અંધકાર કયાં સુધી.
મીણબત્તી પીગળતી ને પ્રકાશ પાથરતી,
દીવાના વાટ ની જ્યોત જલતી,
ને અજવાળું આપતી,
પણ એ જલતી જ્યોત ને પીગળતી મીણબતી કયાં સુધી..આ અંધકાર કયાં સુધી.
ખાલી સ્વપ્ન માત્ર છે,
દિવસ તણો પ્રકાશ..!
હવે "સ્વયમભુ" અંધકાર ને દિવસ ની આશા કયાં સુધી..આ અંધકાર કયાં સુધી..!
અશ્વિન રાઠોડ
- સ્વયમભુ