Gujarati Quote in Poem by Bakul

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાટડી માંડી અમે  સપના વેચવાની
ખરીદનાર કોઈ ના  મળ્યા....
દરદ અમારા અમે રુદિયા માં રાખ્યા
ખબર જોનારા કોઈ ના મળ્યા....

વૃક્ષ થઇ ને  એની રાહ માં ઉભા
વિસામો લેનારા કોઈ ના મળ્યા..
શીતળ જળ ની પરબ થઇ રહ્યા
પાણી પીનારા કોઈ ના મળ્યા...

વનવગડામાં ભટક્યા એકલા
ટહુકો કરનારા કોઈ ના મળ્યા...
ખળખળ વહ્યા અમે  ઝરણાં બની
પગ બોળનારા કોઈ ના મળ્યા...

ઘસાઈ ગયા ગોપીચંદન બની ને
તિલક કરનારા કોઈ ના મળ્યા...
પથ્થર બની પગથિયે જડાયા
મંદિરે જનારા કોઈ ના મળ્યા...

બળી રહ્યા અંતર થી દીવો બની
આરતી કરનારા કોઈ ના મળ્યા...
ઝાલર બની લટકી રહ્યા એકલા
વગાડનારા કોઈ ના મળ્યા....

તપી તપી ને  બળી ગઈ જિંદગી
વરસનારા કોઈ ના મળ્યા....
અંતકાળે ખુલ્લી  રહી ગઈ આંખો
"બકુલ" દર્શન દેનારા ના મળ્યા...

- બકુલ ની કલમે...✍️
ગઝલ
25.02-2021
23.16

Gujarati Poem by Bakul : 111667141
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now