કોને કહું દિલ ની વાત.. કે,
એક દિલ પણ સળગતું હતું, ભરી મેહફીલમાં કોઈ ની યાદ માં.
હતી શરૂઆત હજુ મહેફિલની ત્યાં સળગ્યું દિલ મારૂ,
કોઈ હતું એ મેહફીલમાં, જેને જોઈને સળગ્યું હતું દિલ મારૂ.
એક આભાસ જાગ્યો મારા દિલમાં.. કે, કોઈએ જાણી જોઈને સળગાવ્યું હશે દિલ મારૂ.
આમ તો સળગતી હતી મીણબત્તીઓ ઘણી મહેફિલમાં,
એની સાથે દિલો પણ ઘણા પીગળતા હતા ભરી મેહફીલમાં.
કોઈ કહે.. કે ના કહે પણ એક સાથે ઘણા સળગતા હતા દિલો એ.. મેહફીલમાં.
હવે તો શહેરોના રસ્તાઓના રંગ પણ જુદા છે,
ભરી મેહફીલોના સંગ પણ જુદા છે.
બદલાય ગયા દિવસો સમય ની સાથે, હવે તો મેહફીલ નો રંગ પણ ઉતરી ગયો સમયની સાથે.. સળગતા દિલો પણ ઠરી ગયા "સ્વયમભુ" આજની મેહફીલના ધીમા તાપે.
અશ્વિન રાઠોડ
- સ્વયમભુ