હશે તારૂ પણ કોઈ સપનું,
પણ મારૂ સપનું તો તું છે.
હશે તારા પણ અરમાન,
પણ મારૂ અરમાન તો તું છે.
હશે કોઈ તારો સાર્થક પ્રેમનો,
પણ મારા પ્રેમની સાર્થક તો તું છે.
હશે તારા માટે કોઈ ને ચાહત,
પણ મારી ચાહત તો તું છે.
હશે તારા સ્મિત ની પાછળ કોઈ ઘેલું,
પણ મારૂ સ્મિત તો તું છે.
હશે તને જોઇને ઘાયલ થનાર કોઈ,
પણ તને જોઈને ઘાયલ થનાર પેહલો તો હું છું.
હશે તારૂ નામ હાથ માં લખાવવા વાળા કોઈ,
પણ મારા દિલમાં તો તારૂ નામ પેહલેથી જ લખેલું છે.
કહે.!"સ્વયમભુ"હશે તને કોઈ રાજકુમારી માનવા વાળા કોઈ,
પણ મારા દિલ ની રાજકુમારી તો તુજ છો.
અશ્વિન રાઠોડ
- સ્વયમભુ