એક એવો સાથી જે હંમેશા સાથે રહે છે,
એક એવો સાથી હરપળ સુરક્ષા કવચ બને છે,
એક એવી હૂંફ જે દરેક ઋતુમાં મને વળગીને રહે છે,
એક એવો પ્રેમ જે મને હારવા નથી દેતો,
એક એવું વ્યક્તિત્વ જે મારાંથી દૂર રહીને પણ મારામાં જીવે છે,
આ જ છે મારો પહેલો પ્રેમ જે ધડકન બની મારા દિલમાં ધડકે છે.!