હાલ એક વાત કરીએ,
સાથે મળી સંગાથ કરીએ.
ગુપ ચૂપ ના રહી ને,
એક મેક ની સાથે લમણા જીક કરીએ.
હાલ એક વાત કરીએ, સાથે મળી સંગાથ કરીએ.
બોલી બોલીને થશે ભેગી ટોળીઓ,
ટોળીઓ ભેગી કરી ને રણકાર કરીએ.
હાલ એક વાત કરીએ, સાથે મળી સંગાથ કરીએ.
શેરી ને ગલીઓમાં સંભળાય એ રીતના વાત કરીએ, સાથે મળી ને રાડા રાડ કરીએ.
"સ્વયમભુ" હાલ એક વાત કરીએ,
સાથે મળીને સંગાથ કરીએ.
અશ્વિન રાઠોડ
- સ્વયમભુ