શસ્ત્ર થયાં સજ્જ મારી સામે કરવા મને જ શિકાર ?.
કરું સામનો નિઃશસ્ત્ર બની કુદરતનો આ કેવો ઉપકાર.
કેવી આપી સ્થિતિ ઈશ્વરે મને જેનાં સાક્ષી તારણહાર.
વિવશ બનાવી જોયાં કરે નિર્દયી કેવો મારો તારણહાર.
હોઠ સિવાયા ,અર્થ નથી કે હું છું કોઈનો પણ ગુનેગાર.
તારી બિછાવેલી ચાલમાં હું ફસાયો છે કોઈ જવાબ?.
તને સમર્પિત તારાથી સુરક્ષિત કહું કર્યું એનો રુઆબ.
શું કરું આ સ્થિતિમાં જ્યારે "દિલ"માં મારે અંધકાર.
દક્ષેશ ઇનામદાર."દિલ"