Quotes by Dakshesh Inamdar in Bitesapp read free

Dakshesh Inamdar

Dakshesh Inamdar Matrubharti Verified

@daksheshinamdardil
(12.2m)

નવી અનોખી પ્રેમવર્તા દર શુક્રવારે...અનોખી સફર
વાંચો ફક્ત માતૃભારતી પર...
https://www.matrubharti.com/book/19979464/anokhisafar-amavasyathi-purnima-sudhi-2

Read More

*અનોખી સફર.. અમાવાસ્યાંથી પૂર્ણિમા સુધી..*
આ શુભ શુક્રવારથી ચાલુ થતી મારી રસપ્રચુર નવી નવલકથા મારાં વાંચકો માટે રસપ્રદ સાહિત્યનું નજરાણું લઈને આવી રહી છે...
અનોખી સફરના.. રાહદીરો... સોહમ- સાવી.. સારા.. વિશ્વા.. અન્ય પાત્રો..તમને મળશે..
ઓસ્ટ્રેલિયાની પુષ્ઠભૂમિ.. ભારત મુંબઈ તથા વલસાડ ધરમપુરની પવિત્ર ભૂમિની વાત..
પ્રેમ.. વિરહ.. મિલન.. જન્મોનો સાથ.. અગમ્ય વિશ્વની વાતો.. એજ રસપ્રચુર વિષય છતાં આબેહૂબ દિલને સ્પર્શી જતી રજુઆત..
આશા રાખું આપ સહુ વાંચકોને ખૂબ ગમશે..

દક્ષેશ ઇનામદાર.
-Dakshesh Inamdar

*Story Link - Matrubharti*
https://www.matrubharti.com/book/19979460/anokhisafar-amavasyathi-purnima-sudhi-1

*Intro Video Link*
https://youtu.be/ofVuHbE45mg?si=S-k4t0O5TCARfEwZ

Read More
epost thumb

*અનોખી સફર.. અમાવાસ્યાંથી પૂર્ણિમા સુધી..*
આ શુભ શુક્રવારથી ચાલુ થતી મારી રસપ્રચુર નવી નવલકથા મારાં વાંચકો માટે રસપ્રદ સાહિત્યનું નજરાણું લઈને આવી રહી છે...
અનોખી સફરના.. રાહદીરો... સોહમ- સાવી.. સારા.. વિશ્વા.. અન્ય પાત્રો..તમને મળશે..
ઓસ્ટ્રેલિયાની પુષ્ઠભૂમિ.. ભારત મુંબઈ તથા વલસાડ ધરમપુરની પવિત્ર ભૂમિની વાત..
પ્રેમ.. વિરહ.. મિલન.. જન્મોનો સાથ.. અગમ્ય વિશ્વની વાતો.. એજ રસપ્રચુર વિષય છતાં આબેહૂબ દિલને સ્પર્શી જતી રજુઆત..
આશા રાખું આપ સહુ વાંચકોને ખૂબ ગમશે..

દક્ષેશ ઇનામદાર.

Read More
epost thumb

આવતીકાલથી શરુ થતી ખૂબ રસપ્રચુર મારી નવલકથા "અનોખી સફર" અમાવાસ્યાંથી પૂર્ણિમા સુધી..
મારાં સહુ વાંચકોને શુભકામના.. 🌹🙏🌹

Read More

પ્રેમાગની - નવલકથા
નિર્મળ પેહલા પ્રેમની પરાકાષ્ઠા...

https://www.matrubharti.com/novels/978/premagni-by-n-a

ઊજળી પ્રીતના પડછાયા કાળા... નવલકથા
પુનર્જન્મ ને પ્રેમનું રહસ્ય...

https://www.matrubharti.com/novels/1575/ujadi-pritna-padchhaya-kada-by-n-a

મિત્ર દિવસની સૌને શુભકામના. 🌹

ll ૐ ll
નવી નવલકથા ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે...
પ્રસ્તાવના વાંચી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ્સથી કહેશો...

નવલકથા …અનોખી સફર..અમાવાસ્યાંથી પૂર્ણિમા સુધી..
પ્રસ્તાવના….
અમાવાસ્યાથી પૂર્ણિમા સુધીની એક અનોખી સફર...આ નવલકથામાંકરીશું. કાળની ગતિ સમયના
સ્થિ તિ સંજોગો માનવની માનસિ કતા સ્વભાવ ઈચ્છાઓ કામનાઓ ઈર્ષા , અપમાન,પ્રેમ,લાગણી, સુરક્ષા,
સલામતી,સ્વમાન બધાથી ઘેરાયેલો માનવ ક્યારેક અંધારાના આંચળામાંથી કુદરતની કૃપા કેખુદના યત્ન
પ્રયાસથી બહાર નીકળે છે અથવા કોઈ નિમિત્ત બને છે..
આ નવલકથામાં નાયક નાયિકા વિદેશની ભૂમિમાં એકમેકના પરિચયમાં આવ્યા બાદ આકર્ષાય છે
પ્રેમમાં પડે છે. નાયક પોતાની ઈચ્છાઓ આકાંક્ષાઓ અને મનોરથોને સાકાર કરવા પ્રયત્ન કરે છે…મહેનત કરે
છે.પરિણયમાં રંગાયા પછી નાયિકા પાસે અપેક્ષા રાખે છે કે એ હકારાત્મક બધામાં સાથ આપે.એક નવી ઊંચાઈ
આંબવા પગલામાં પગલાં સમાવે.
“આકાંક્ષા કે મનોરથો” એ પોતાનું સર્જન ..એક મહત્વકાંક્ષા હોય છે..પરંતુ“અપેક્ષા” બીજાઓથી હોય છે.
જ્યાં બીજાઓ ઉપર આધારની વાત આવે ત્યારે અપેક્ષામાં આશા,આગ્રહ,નિરાશા,ઈર્ષા ,દગો,આઘાત, વિશ્વાસઘાત ,પ્રેમ, વિવાદ,દલીલ,વિરહ, પીડા, વગેરે તત્વો અસરકર્તા બને છે જે આ નવલકથામાં પરોવેલા..વણેલા..છે.
નાયક પોતાની સબળ,પ્રબળ આકાંક્ષાઓ સાથે મનોરથો સાથે જીવનમાં આગળ વધવા માંગે છે…એવીજ રીતે
નાયિકાની પણ ઈચ્છાઓ મહત્વકાંક્ષા છે. નાયક કુદરત પ્રેમી..ગીત સંગીત પ્રેમી છે..પ્રેમ માટે પાગલ છે એણે પ્રેમને ઈશ્વરનો દરજ્જો આપ્યો છે એના માટે પ્રેમજ સર્વસ્વ છે એ પ્રેમની દેવીને સમર્પિત છે જે એની પ્રિયતમા છે. જ્યાં જ્યાં જીવનસંગીની સાથે પગલાં પાડ્યાં છે ત્યાં સમજણ સાથે ગેરસમજ ક્યાંક વિચારભેદ થાય છે..અપેક્ષાઘાત થાય છે.
વિવાદ..દલીલ..વિરહ પીડા અસહ્ય થાય છે રહેવાય નહીં સહેવાય નહીં..કહેવાય નહીં એવી સ્થિતિ સર્જાય છે.
વિયોગ સર્જાય છે..હા..પસ્તાવો..વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે…પ્રેમી તેમાં ડૂબકી દઈને પાછો પાક્કો પ્રિયતમ થાય
છે..બંનેની પુનઃ મનોસ્થિતિ સારી થાય છે લાગણીભીના થાય છે…પરતો ખુલે છે પુર્ન મિલન થાય છે..પણ કેવી
રીતે? શા માટે? ક્યાં સંજોગોમાં? કઈ વિચારધારા ? આકાંક્ષા અપેક્ષા બન્નેની એકરૂપ થાય છે..આ મંથનના
અમૃત સ્વરૂપે આ અનોખી સફર નામની નવલકથાનું નિર્માણ થાય છે જેમાં પ્રેમના પાઠ…પરાકાષ્ઠ। જેનો રોબ
ગુરુર માદકતા કોમળતા પવિત્રતા પાત્રતા અને સહજતા માણીએ …
અનોખી સફર…અમાવાસ્યાથી પૂર્ણિમા સુધી..
દક્ષેશ ઇનામદાર

http://www.daksheshinamdar.com/2025/08/blog-post.html

https://youtu.be/ofVuHbE45mg?si=rOx4f9TIvg-3J9DT

Read More
epost thumb

મારું ભારત મને વ્હાલું ઘણું અદકું છે મારું...

સુમસામ સિડનીની શેરીઓમાં નિ:શબ્દ સૂનકાર વ્યાપી રહ્યો.
સંતાકૂકડી રમતાં વાદળો ને ઠંડક આપવા સૂર્ય છુપાઈ રહ્યો.
મારું ભારત મને વ્હાલું ઘણું અદકું છે મારું..

ક્યારેક સંભળાતા સુસવાટા પવનનાં તો ઠંડા બર્ફીલા સહી રહ્યો.
હાય હેલો કાને પડતાં ચમકીને પરદેશની ધરતી પર છું હું જાણી રહ્યો.
મારું ભારત મને વાહલું ઘણું અદકું છે મારું..

બહારથી દેખાતાં રૂપાળાં ઘર, ઘરવાળા આખો દિવસ અંદર ગોંધાઈ રહે જે જોઈ રહ્યો.
મોંઘીદાટ ગાડીઓને ગેરેજમાંથી કાઢતાં મુકતાં અચરજથી સમજી રહ્યો.
મારું ભારત મને વ્હાલું ઘણું અદકું છે મારું..

રૂપકડાં સ્વચ્છ રોડ રસ્તા આંખે ઉડી વળગે છતાં નિસ્તેજ અનુભવી રહ્યો.
ભારતની ધરતી આટલી સ્વચ્છ નથી છતાં જીવંત ઘણી એવું સમજી રહ્યો.
મારું ભારત મને વ્હાલું ઘણું અદકું છે મારું..

કેવું જીવન જીવતાં હશે આ ગોરીયા કાળીયા મારાં દેશ જેવું અહીં હોતું હશે?
મનમરજીની નંબર પ્લેટ વાળાં બળજબરીથી જીવતાં લાગે "દિલ" શંકા કરી રહ્યો.
મારું ભારત મને વ્હાલું ઘણું અદકું છે મારું..
દક્ષેશ ઇનામદાર. "દિલ"..

http://www.daksheshinamdar.com/2025/07/blog-post_21.html

Read More

*"હજી તો હું નાનો છું.."*

હજી તો હું નાનો છું.. પણ..નાનો છું હજી તો હું..

ગોઠણ ભેર ચાલતો નાનપણમાં હું..,, હવે ગોઠણ સાચવી સંભાળી ચાલુ છું ..
પણ..હજી તો હું નાનો છું....

ચહેરો ચમકતો.. બાળ હતો,, હવે ચમકાવી ચહેરો ઠાઠથી ફરું છું. ચાક ચહેરાનાં છુપાવતો રહું ચાલાકી કરું છું હું..
પણ..હજી તો હું નાનો છું.....

બહું ભણ્યો પ્રગતિ કેરે,, મારી મીઠી જુવાનીમાં.. હવે દીકરાની નિશાળમાં અસ્તાંચળે નવું નવું ભણું છું..
પણ.. હજી તો હું નાનો છું...

બાળ છું મારી "માઁ" નો,, હજી એનો ખોળો ખૂદું છું.. યાદ આવતાં જન્મ આપનારીની આંખથી આંસુ ઝારું છું... પણ..હજી તો હું નાનો છું....

તરવરાટ અશ્વ જેવો,, ખુમારીનો હું એક્કો છું.. જોજો હજી પથ્થરને પીગળાવું એવો પ્રેમયોધ્ધો છું..
પણ..હજી તો હું નાનો છું...

પડકાર જીવનનાં પાર કર્યા,, હજી સંઘર્ષ માટે તૈયાર છું.. મને કાચો ના સમજતા હું હજી બાણ ચઢાવું છું.
પણ..હજી તો હું નાનો છું..
.
ઈશ્વરની રચેલી આ અદભૂત શ્રુષ્ટિનો,, એક સુંદર જીવ છું. કોમળ "દિલ" ધરાવતો એક સ્ફૂર્તિલો નવજવાન છું.
પણ..હજી તો હું નાનો છું...

બ્રહ્મને પામવા કોઈ ભ્રમમાં નથી હું..,, જાગ્રત કવિ લેખક સાહિત્યનો પ્રામાણિક સેવક છું..
પણ..હજી તો હું નાનો છું..નાનો છું હજી તો હું..
દક્ષેશ ઇનામદાર. "દિલ"..

http://www.daksheshinamdar.com/2025/07/blog-post_19.html

Read More