કોણ કોને ઓળખે છે બતાવ જરા,
જોતા થોડું ભીતરે દિલ લગાવ જરા.
હા વિસારે પાડી જાતે,જ સ્મૃતિ અમે,
પામવા ખૂદીને પછી તો, જગાવ જરા.
મનને જૂઓ ઝગમગી,નેય ચળકે ખરું,
સમજદારી ચાલવાનો પ્રભાવ જરા.
કૃષ્ણ તો મળવા જ મુશ્કેલ છે અહિયાં,
પોટલી તૃષ્ણા ની , બગલે, દબાવ જરા.
હોય છે આનંદ , ચિંતન મહીં જ ખરે,
મંત્ર લય નો હોંશથી તું જપાવ જરા .
-મોહનભાઈ આનંદ