Gujarati Quote in Poem by Patel anjali

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા હર એક વિચારમાં
હાજર રેહવું છે મારે ,
પહોંચી તારા શ્વાસ સુધી
તને બાહોમાં ભરવી છે મારે...

ચાલને તું બની જાને
એક ક્ષણ માટે મારી રાધા ,
કેમ કે બનીને મોહન
આજે તને છેડવી છે મારે...

સંભાળીને રાખજે
તારા પ્રેમભર્યા હ્રદયને જરાક ,
આવીને પાસે તારી
સૂરજને ઉગતા રોકવો છે મારે...

શબ્દોનાં સહારે તારા
લખી છે મેઁ એક કવિતા આજે ,
પરવાનગી મળે જો તારી
તો તને કહી સંભળાવવી છે મારે...

બનીને પાયલ
તારા ચરણોમાં મેળવવું છે સ્થાન મારે ,
વરસે જો પ્રેમનો વરસાદ
તો સાથે તારી ભીંજાવું છે મારે...

અંજલિ ✍️

Gujarati Poem by Patel anjali : 111665542
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now