હસરતની પાખો , ત્યાંયે થોડી કાપી દે,
તૃષ્ણાને આરામ તું ,થોડો પણ આપી દે.
સપનાં સેવ્યાં છે મિજાજે રંગીનીઓ નાં,
પકડી મન એકાદ તું ઠામ ત્યાં આરોપી દે
આયામ તું જોને ,ઋતુઓનો પ્રાકૃતિક અહીં,
આદત ધીમે-ધીમે , મન માંહે સ્થાપી દે.
તૂટે છે ત્યાં દિવાલો ભેદ ભરમની જોને,
શ્વાસે ત્યાં સોહં મંતર અહર્નિશ જાપી દે.
રંજો આલમની , દુનિયા ખોવાઈ જાશે,
આનંદ તણું ચિંતન , પ્રેમ માંહી રોપી દે.
-મોહનભાઈ આનંદ