રહેવા દે તું, મને હવે યાદ આવ માં;
ઘડીએ ઘડી તું મને આમ સતાવ માં;
છોડ્યો જ છે જ્યારે સંગાથ તેં મારો,
તો, ખ્યાલોમાં આવીને તું તડપાવ માં;
તુટેલા દિલ પર લાગ્યા છે જે જખ્મ,
એના પર હવે મીઠું તો ભભરાવ માં;
ફક્ત જમાનાને સારૂં લગાડવા ખાતિર,
હાથમાં છે મલ્હમ એવું તું બતાવ માં;
નહીં જ મળે તું મને એ જાણું છું હું,
નજર ફેરવી આમ વારંવાર જતાવ માં;
માંડ માંડ સંભાળ્યો છે મેં હવે ખૂદને,
સામે આવી અરમાન ફરી જગાવ માં;
જીવું છું ને આગળ પણ હું જીવી લઇશ,
બસ, દિલમાં તું કોઇ આશ પ્રગટાવ માં;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)