હું ગુજરાતી, મારૂ ગામ ગુજરાતી,
મારૂ ગીત ગુજરાતી,મારી ભાષા ગુજરાતી,
મારૂ કર્તવ્ય ગુજરાતી, મારૂ વક્તવ્ય ગુજરાતી,
મારૂ મન ગુજરાતી, મારૂ તન ગુજરાતી,
મારી ધરા ગુજરાતી, મારૂ ધાન ગુજરાતી,
મારૂ ઋણ ગુજરાતી, મારૂ લુણ ગુજરાતી,
મારી નિષ્ઠા ગુજરાતી,મારી પ્રતિષ્ઠા ગુજરાતી,
મારૂ શોર્ય ગુજરાતી, મારૂ શુર ગુજરાતી,
મારૂ અભિમાન ગુજરાતી,મારૂ સ્વાભિમાન ગુજરાતી,
મારી કવિતા ગુજરાતી,મારી સરીતા ગુજરાતી,
મારી રચના ગુજરાતી,મારી સહરચના ગુજરાતી,
મારી પાઠશાળા ગુજરાતી,મારા મૂળાક્ષર ગુજરાતી,
હું ગુજરાતી "સ્વયમભુ"ગુજરાતી..!
અશ્વિન રાઠોડ
- સ્વયમભુ