વિખરાઈ જાય છે, જોને ફુલો,
ઝાકળની મૈત્રી, સંબંધ અમૂલો,
છે હોંશિયારી દુનિયા-દારી ની,
શોધી જ કાઢે, ત્યાં કોઈ ભૂલો
હારી ગયો તું દિલ કેવું જો ને,
થોડો બચાવ , ત્હે કીધો લૂલો.
કુદરત તણી કરામત ત્યાગે જો,
પ્રેમાળ ઝુલણિયા , માંહી ઝૂલો.
આનંદ છે પ્રકૃતિમાં, સહજ જો,
ખૂલ્લો ત્યાં છે ,મનોલય મ્હામૂલો,
-મોહનભાઈ આનંદ