મન તને ચળી , જવાની બીક શું ?
તન મને ભળી, જવાની બીક શું ?
કાળ ભાળ , કાઢતો જ હોય છે,
તો સકળ ટળી , જવાની બીક શું ?
લય ને પામી, તુંયે ભેદો થી બધા,
ને અકળ કળી , જવાની બીક શું ?
આમ તેમ દ્રષ્ટિ , રાખી જોઈ લે,
ભીતરે મળી , જવાની બીક શું ?
હોય જો હું , ખબરદાર ખૂદ મહીં,
તો બહાર બળી , જવાની બીક શું ?
-મોહનભાઈ આનંદ