આનંદ માં રહેવું રે
✍🏻 મહાત્મા મૂળદાસ
🌺🌺🌺🌺🌺🌺🌺
અનુભવીને એટલું કે આનંદમાં રહેવું રે
ભજવા પરિભ્રહ્મ ને બીજું કાંઈ ન કહેવું રે
અનુભવીને...
એક જ જાણી આત્મા કોઈ ને દુઃખ ન દેવું રે
સુખ દુઃખ આવે સ્હેજમાં તે તો સહીને રહેવું રે
અનુભવીને...
વેદ જોયા પુરાણ જોયા સૌ તપાસી રે
રામના નામથી કંઈ ન મોટું સંત ઉપાસી રે
અનુભવીને...
આદિ મધ્ય અંત એક અદ્વૈત સાચું રે
આત્મા ઉદય થકી અજ્ઞાન નાસ્યું રે
અનુભવીને...
ઊર્મિને બીજી એષણાથી અળગા રેવુ રે
સમદ્રષ્ટિ સમતાને ગ્રહી આપખોવું રે
અનુભવીને...
જાપ અજપા જાપ જપે ત્રણ લોકમાં તેવું રે
મૂળદાસ કહે મોહ મદ મૂકી મહાપદ માં રહેવું રે
અનુભવીને...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻