*દેવાયત પંડિતની વાણી*
🍂🍃🍂🍃🍂🍃🍂
એવી શંકારે પડી ને અવળું સુજીયું
ક્યાં ગયા દેવલ દે નાર
ભણકારા વાગે એના નામના
એજી જોયારે શેરી ને જોયા ચોંટા
જોઈ કઈ બાવન બજાર
શંકા..
એવા ચેલા રે કર્યા સાડા સાતસો
રથડો કર્યો તૈયાર
એવા ધારે રે આવ્યા ને ધરો ભાંગ્યો
પડ્યા કાંઈ લુહારના કામ
શંકા....
એવો અવત હતો અગિયારસનો
બંધ હતા લુહારીના કામ
એવા ભાઈ રે લુહારી તને વિનવું
ધરો કાંઈ કરો ને તૈયાર
શંકા....
એવો ધરો રે ધગાવવા એણે મુકિયો
દેવાયત દયો ને ઘણ ના ઘાવ
ક્રોધ રે કરી ધણ એણે મારિયો
એરણ ગઈ પાતાળ
શંકા...
એવી ઘૂંટી ઉપર ધરો સાધ્યો
દેવાયતના ઉતર્યા અભિમાન
શોભાજી નો ચેલો દેવાયત બોલિયાં
ગુરુના મહિમા નો નહિ પાર
શંકા...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻