જેરામદાસ બાપુની સાખી
✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽
(૧) સતગુરુના ચરણ ને
સેવો શુધ્ધ મનભાવ,
ભય મટાડે ભવ તણો
તારે ભવજળ નાવ,
(૨) ગુરુજી દીલના દાતાર
છે આપે મોક્ષનું દાન,
તન મન ધન અર્પણ કરો
ધરો ગુરુજી કા ધ્યાન,
(૩) નામ તણા પ્રતાપ સે
ટળે ત્રિવીધી તાપ,
સુરતા રાખો શબ્દમાં
જપો અજંપા જાપ,
(૪)હંસા સોહંમ જપત હૈ
વીના જીભ રણુકાર,
સુગરા સમજે શાનમાં
નુગરા કરે વિચાર,
🙏🙏🧎🏻🧎🏻🙏🙏