Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏🌹સત નામ સાહેબ🌹🙏

પહેલી સલામ પૃથ્વીને કરીએ, જેની પીઠ પર પગ દઇને આપણે ફરીએ;
કરું પરિક્રમા સિર નમાવી, સવા શેર માટીની જેણે કાયા બનાવી.

બીજી સલામ કરું અન્ન જળ અગ્નિ, જીવાની દોરી છે સબ જગની;
આપની સૃષ્ટિ આપને ખાવે, બીજી સલામ કરું મન ભાવે.

ત્રીજી સલામ કરું ત્રિકાળા, ચંદ્ર ભાણ મોટા મહીં બાળા;
આપ સૃષ્ટિમાં કરો અજવાળા, ત્રીજી સલામ કરું ત્રિકાળા.

ચોથી સલામ મા ચારે ખાણી, એક બીજથી આખી જગત બંધાણી;
અવિનાશી પરખો મા, ચોથી સલામનો મોટો મહિમા

પાંચમી સલામ પહાડ વન ખંડી, જેણે વેઠી તાતી ઠંડી;
શરીર વેરાઈ સેવા કીધી, પાંચમી સલામે રહો સમૃદ્ધિ

છઠ્ઠી સલામ કરું સદવાચા, મન કર્મ વચનો નાં છે સાચા;
સત ચિત રહે એકરંગા, છઠ્ઠી સલામ કરું ગતગંગા.

સાતમી સલામ શેષ ને છેલ્લી, પૃથ્વીનો ભાર રહ્યા છે ઝીલી;
સકળ સૃષ્ટિ વસે તમ માથે, સાત સલામ કરું હું બે હાથે.

દ્રષ્ટા દ્રશ્ય અલખ તું એકી, સાત સલામ કરું અમ દેખી;
આપને સલામ કરી છે આપે, દાસ સવો કહે ગુરુજી માપ અમાપે.
🙏🌹જય ગુરુ દેવ🌹🙏

Gujarati Religious by બાબા સત્સંગી : 111663924
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now