Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જી રે વટાવડા વાટ ના
✍🏻 મહાત્મા મૂળદાસ
🌻🌻🌻🌻🌻🌻🌻

જી રે વટાવડા વાટ ના,વાટે ને ઘાટે રે
વિલંબ નવ કિજીયે રે

સપનામાં સુતા રે જન તમે જાગજો રે
હાં રે ભાઈ જનમ પદારથ જાય રે
દેહ છે દુર્લભ આ દેવ ને રે
હાં રે ભાઈ પુરણ ભાગ્યે પાય રે

છતે ને હતે વિત નહિ વાવર્યું રે
હાં રે ભાઈ અણછતી સરવે આથ રે
કાયા ને માયા મિથ્યા કરી માનજો રે
હાં રે ભાઈ સંઘર્યું નહિ આવે સાથ રે

સરોવર ને તરોવર પંડ પરમારથી રે
હાં રે ભાઈ ખપે સો વેડી ખાય રે
નદિયું ન સંચે નીર પોતા તણું રે
હાં રે ભાઈ નીર નવાંણે જાય રે

પંડ ને પસારી પોઢયા પ્રાગ પાંદડે રે
હાં રે ભાઈ પંખીડા વસો દોનું પાસ રે
કાળનો કબાડી આવ્યો એને કારમો રે
હાં રે ભાઈ નિત પરલે ને નિત નાસ રે

પંડને પસારી પોઢયા પ્રાગ પાંદડે રે
પરદેશી પરોણો આવ્યો ઘેર આપણે રે
હા રે ભાઈ વા વિદેશી વાય રે
જાણો છો પોતાનું આ છે પારકું રે

અપુ અર્પીને પર ને પોનખીએ રે
હાં રે ભાઈ ભજવા શ્રી ભગવાન રે
આતમ ને પરમાતમ એક કરી જાણજો રે
હાં રે ભાઈ દયા સમો નહિ દાન રે

સંસારીઓ સુતા ઘેર્યા લઈ ઘેનમાં
હાં રે ભાઈ અન્ય માયાની આશ રે
જાગ્યા તે હરિજન શબ્દ સાંભળી રે
હાં રે ભાઈ મહાજન કહે મૂળદાસ રે

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111663919
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now