વૈરાગના પદને વિઘન આડા ઘણા
✍🏻 મહાત્મા મૂળદાસ
🌳🌳🌳🌳🌳🌳🌳
વૈરાગના પદને વિઘન આડા ઘણાં કઠણ બંધ કામના કો'ક છૂટે
કનક ને કામિની ચોકી આડી શ્યામની રામની રમતને એ જ લૂંટે
પ્રવૃત્તિને વળગીયો ભક્તિ ભૂલી ગયો નારીએ નેણને બાણે માર્યો
જોગ લીધા પછી ભોગ ઈચ્છા કરે હાથ આવેલ બાજી એમ હાર્યો
કામનું મૂળ તે જાણવી કલ્પના કરમ ભરમ ની ગાંઠ બાંધે
શીલ સંતોષ ઔષધિઓ વિના જનમને મરણના રોગ વાધે
મૂળ વૈરાગમાં મન જેનું ગળી ગયું વાસનામાં કદીએ ન ડોલે
મૂળદાસ કહે જે સંત સમજ્યા ખરું વેદના વાક્યમાં ચિત્ત જોડે
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻