*દિલ દરિયામાં અખંડ દીવા*
✍🏻 *રવીદાસ*
💥💥💥💥💥💥💥
દિલ દરિયામાં અખંડ દીવા દીઠા વિના મારું મન ડોલે
ભ્રાન્તિ ભરીયા ભવ ભવ ભૂલ્યા ગુરુ વિના તાળા કોણ ખોલે...
ગગનમંડલમાં ગુપ્ત ગેબી બાવન બહાર સોહી બોલે
નૂરત તખત પર નામ નિરંતર નરતે સુરતે નર ખેલે...
આદિ અનાદિની જેને ઓળખાણો મૂળ ભજન તે નહિ મેલે
લાગી પ્રીત જેને સદગુરુથી ફળ લાગ્યા જેમ બહુ વેલે...
આ મારગડે આવતા જાતા આનંદ ભયો હવે મનમેં રે
આ સંસારમાં ચેતો મારા ભાઈ સંત પુકારે અવસર છેલ્લે...
પાટા લખાયા સરકાર હજૂરી અવર દિલ હુવે નહિ ડોલે
કહે રવીદાસ ગુરુ ભાણ પરતાપે અમર પિયાલા અહોનીશ પીલે...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻