*પીપાભગત ની વાણી*
🌺🌺🌺🌺🌺🌺🌺
મન રે ગુરુ વચનમે રહણો
કામ ક્રોધ કી ચોટ ન લાગે
સત કે મારગ બહણો..
ભેદ ભરમના છોડો આપણી
સંતો આગે નમણો
સત્ત શબ્દારી કરો ધારણા
અજ્ઞાન અંધારો મટણો...
ગુરુજીરા વચન સત કરી માનો
હીરદે નિષચય કરણો
મેં તું કા ભેદ મિટાઓ
સબ ઘટ આતમ જાણો...
સોનાર ઝવેર ન્યારા ન્યારા
હે સબ માંહી સોણો
સત્ય સોનારી ઓળખ કરી લ્યો
મીટ જાવે આણો જાણો...
રામાનંદ ગુરુ કૃપા કીની
દ્વૈત નજર નહિ આણો
પીપા રામકી મેરી ભરમના
આનદ માય સમાણો..
🙏🙏🙏🙏🙏🙏🙏