ભૂખ માથે ચઢી છે
=================================
એમ જ વાતો કરતાં હતાં,
ટોળ ટપ્પા ને ગપ્પાં હતાં,
ને તેમને લાગ્યું
ભૂખ માથે ચઢી છે...!
શું કરીએ?
મળીએ તો ખરા જ ને !
મનની વાત
ક્યાંક કહીએ તો ખરા જ ને !
ઘર થોડાં લૂંટતા હતાં?
મન હળવાં કરતાં હતાં!
ને તેમને લાગ્યું
ભૂખ માથે ચઢી છે...!
ને ભૂખ કોને નથી હોતી?
વળી, શેની નથી હોતી?
આપણે રહ્યાં માનવતાર,
એકબીજાનાં તારણહાર!
આટલું જ સમજાવ્યું,
ને તેમને લાગ્યું
ભૂખ માથે ચઢી છે...!
###
રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ.