ભુખ
હોય છે માનવીને જાત જાત, અને ભાત ભાતની ભુખ; ઘણી વિશેષ અથવા વિચિત્ર પણ હોય છે અમુક
હર એક પ્રાણીને હોય છે કોઇ નેે કોઇ ભુખ; સૌથી વધુ જોવા મળે છે, પેટનો ખાડો પૂરવાની ભુખ
પણ અમુક લોકોને હોય છે ઠૂસી ઠૂસી ને ખાવાની ટેવ, થોડાથી પેટ ભરાય નહિ, જોઇએ અસંખ્ય બુક.
દૌલતની ભુખને લીધે તો લડી પડે છે ભાઈ બહેન, બંધુ-સખા; બદલાઇ જાય છે સંબંધો, એવી હોય છે ઝેરિલિ એ ફુંક.
શૌરતની બી હોય છે ભુખ ઘણાને , બનવું છે કોઇ ને જગમાં ઉત્તમ અને શ્રેષ્ઠ; બીજાને કહેવું છે, " તું મારી સામે ઝુક "
કોઇ પ્રેમીઓ ને છે પ્રેમ ની ભુખ પ્યાસ, પ્રીતમના પ્યાર ની હૂંક, લાગે એમને મીઠી, જાને કોયલની હોય એ કુંક
સૌથી હાનિકારક છે સત્તાની, ખૂરશીની ભુખ, આં પ્રાપ્ત કરવા માસુમોના લોહી રેડાવે છે લોકો અમુક.
કોઇ એક વિરલા ને લાગે છે ભક્તિની ભુખ, પ્રભુ પ્રેમમાં પાગલ થઈ, મલિયું હતું કબીરજી, મીરાબાઇ ને એ સુખ.
હે નાથ, મનમાં મારા સદૈવ ઉઠતી રહે હરિ નામની લહેર, માંગુ છું શાંતિ અને આત્માનુ સુખ
Armin Dutia Motashaw