Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઇની મસ્ત સફરનો સહારો બની જાઇએ;
જીવનનો મન ગમતો ઉતારો બની જાઇએ;

શિયાળાની ઠંડીમાં ઉનાળો બની જાઇએ;
અમૃત રસ સરીખો ઉકાળો બની જાઇએ;

આભને જોતાં ખ્યાલમાં જાગે જે રાતભર,
એમના સારું ખરતો સિતારો બની જાઇએ;

પ્રેમ, દોસ્તી, લાગણીમાં થઈ જાય ગરકાવ,
ચાલ, એવી રીતોના વિચારો બની જાઇએ;

ભવસાગરની મઝધારમાં ચડી ગયો જે ઠેબે,
વહાલથી માથે ચુમતો કિનારો બની જાઇએ;

તડપે જોવા ફક્ત એક ઝલક મહેબૂબની,
એજ સનમનો એક ઇશારો બની જાઇએ;

મિરા સમ કૃષ્ણની ભક્તિમાં એકાકાર થઈને,
"વિએમ" ચાલને, એકતારો બની જાઇએ;

...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111663288
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now