તારી સુની આંખો ના
દરિયા ઉલેચી દઉં
ઉદાસ કોરી આંખો માં
લાગણી આંજી દઉં...
તારી આંખ ના આંસુ
અધીરાઈ થી પી લઉં
દુઃખ તારું બધું હવે
હું એકલો પી તો લઉં
બંધ હૈયા ના રાખ્યા છે
એ કમાડ ને સ્પર્શી તો લઉં
તું ખોલે કે ના ખોલે
હવે ટકોરા મારી તો દઉં...
આ વસંતની રાહ માં એ
ઉદાસી છીનવી તો લઉં
ફેલાવ બાંહો તારી
હૈયા માં પ્રવેશી તો લઉં...
મહેકી ઉઠું હું વસંત બની
સુવાસ મારી ફેલાવી તો દઉં
છે "કલ્પના" તું "બકુલ" ની
તારી યાદ માં વિરહી તો લઉં....
-બકુલ ની કલમે ✍️
ગઝલ
18-02-2021
07.32