હસરત ની પાખો , થોડી કાપી દે,
તૃષ્ણાને આરામ તું ,થોડો આપી દે.
સપનાં સેવ્યાં , મિજાજે રંગીન જ્યાં,
પકડી મન એક , ઠામ તું આરોપી દે.
આયામ છે જો ઋતુચક્રનો પ્રાકૃતિક ,
આદત ધીમે-ધીમે , મન માં માપી દે.
તૂટતા જ દિવાલો ભેદભરમ અહિયાં,
શ્વાસોમાં અદ્વૈત ,અહર્નિશ સ્થાપી દે.
રંજો અલમની દુનિયા ખોવાઈ જાશે,
આનંદનું ચિંતન , પ્રેમ માંહી જાપી દે.
-મોહનભાઈ આનંદ