ફરીથી એ ઉગશે જોજે ,
કદી દિલને, પુગશે જોજે.
છે વ્હેમી જ વાદળ છાયું,
સમયસર , વરસશે જોજે
કરી મન મૂખી બાંધ્યા'તા
ને કોર્ટે , ઝઝૂમશે જોજે.
ને છલક્યો છે, પ્રેમી દેશે,
ત્યાં ખીસ્સા જ છલકે જોજે.
હું માંહી , હું કારે આનંદ,
ત્યાં છે મૃત્યુ , ભાસે જોજે.
-મોહનભાઈ આનંદ