🙏વસંત પંચમીની હાર્દિક શુભકામનાઓ 🙏
--------------------------------------------------------
વાયા વાસંતી વાયરા, દિલ બન્યું બાગ બાગ;
ફુલોના ખીલ્યા ક્યારા, દિલ બન્યું બાગ બાગ;
શબનમે ફેલાવ્યું છે હેત જુઓ આ ધરતી પર,
ચોમેર ઝાકળના ડાયરા, દિલ બન્યું બાગ બાગ;
વસંતની હેલી એ ચડી છે ચોતરફ હરિયાળી,
લહેરાયા બધે જ્વારા, દિલ બન્યું બાગ બાગ;
તરુલતાને લઇ આલિંગનમાં ઝુમી ઉઠયા વૃક્ષો,
લાગે છે કેટલાં પ્યારા, દિલ બન્યું બાગ બાગ;
મોર કરે ટહુકાર ને કોયલડી બોલે બેસી ડાળ,
પ્રેમની રેલાવે છે રસધારા, દિલ બન્યું બાગ બાગ;
આ ખુશનુમા મૌસમમાં યાદ આવ્યું કોઇ વ્હાલું,
તો, મન પણ થયું શાયરા, દિલ બન્યું બાગ બાગ;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)