*થાળ*
✍🏻 *કરમાંબાઈ*
🍀🍀🍀🍀🍀🍀🍀
" યાદ કરે સૌ આપને તમે ખૂબ કરી લ્યો ખ્યાલ
જમવા વહેલા પધારજો મારા ગિરધારી ગોપાલ "
વહેલા વહેલા આવો મારા વાલમા
જમવા પધારો જીવણલાલ જો
ગરીબ ઘર નો લેવાને પરસાદ જો...
ગામની પછવાડે મારું ખોરડું
આંગણિયામાં તુલસી નો છે છોડ જો
એંધાણી આપી મેં યાદી રાખજો
ભૂલે ચુકે ના જાતા બીજે ઘેર જો
ખાંડી ને ફૂટી ને રાંદ્યો ખીચડો
માંહી રેડયા છે તાજા તેલ જો
મીઠેરો લાગે તો મોહન માનગજો
સરમાશો નહિ લેતા મારા શ્યામજો
જળ જમુનાની ઝારી ભરી ને લાવીઆ
પ્રેમે થી પીવડાવુ મારા શ્યામ જો
કરમાંબાઈ ના નાથ વેલેરા આવજો
જોઈ રહી છું વાલા તમારી વાટ જો
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻