શીર્ષક:- પુનઃ લગ્ન
➖➖➖➖➖
લગ્ન લેવાયા, દીકરી રીટાની નાજુક કલાઈ પર બંધાયું મીંઢળ.ઉછળતી કૂદતી ઝરણાં સમ દીકરી નદી જેવી ધીર ગંભીર બની.માવતરે ભારે હૈયે સાસરે વિદાય કરી.ખુશહાલ જિંદગી જીવી રહેલ રીટાને કોઈની નજર લાગી હોય તેમ બે જ વર્ષ નાં લગ્ન જીવનમાં ભૂકંપ સર્જાયો, પતિ ની ઓચિંતી ચિરવિદાયથી .
રીટાના વૃધ્ધ સાસુ સસરા આઘાતને પચાવી પુત્રવધુ ને શાંતવન આપતા.રીટા નાં માવતરને પણ રીટાની ચિંતા ન કરશો, એ હવે અમારી જવાબદારી છે એવું કહેતાં.સમય જતાં રીટાને પ્રેમથી સમજાવી પુનઃલગ્ન માટે તૈયાર કરી.આજે ફરીથી રીટા નાં હાથે મીંઢળ બંધાયું.પાનેતરમાં સજ્જ રીટાનું એના સાસુ સસરા એ જ કન્યાદાન કર્યું. મીંઢળ બાંધ્યા હાથને એનાં પતિ નાં હાથમાં મૂકી પુનઃ લગ્ન કરાવી રાજી થયા.રીટાને વિદાય કરી જવાબદારી નિભાવ્યા નો આનંદ પામ્યા.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
તારીખ- ૨૬-૧૨-૨૦૨૦