સખી રી...
હવે સખી તને શું કહું..
તારા મન ની વાત કહી દે
તારે સખી બનવું જ નથી
તો શું કરવું છે કહી દે...
સખી માની છે મેં તને
એ વાત તો તું જાણે છે
તું શું માને છે મને
એ વાત મને કહી દે...
મારા જીવન ની વાતો
બધી જ તને કહેવી છે
કોફી મને પણ ગમે છે
હવે તો કબૂલ કરી દે...
ભલે રહીશ તું દૂર મુજ થી
એ વાત મને મંજુર છે
દોસ્તી અણમોલ છે
એટલું તો હવે કહી દે...
ખાતો નથી હું એકલો
આઈસ્ક્રીમ પણ છોડ્યો છે
ચોકબાર ગમશે તને?
એટલો ઈશારો તો કરી દે...
લાવી આપીશ "કિટકેટ" તને
"કલ્પના" એ ગમશે મને
જોઈ રહેશે "બકુલ" તને
ચોકલેટી હોઠ લૂછી તો દે....
-બકુલ ની કલમે ✍️
ગઝલ
06-02-2021