Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વીરમદે ની વાણી✍🏽✍🏽
(રાગ ચલતી)
કોઈ પીયો હરીજન પ્યારા નીરગુણ હે ન્યારા,હે ન્યારા,
એ જી નીરગુણ ની તો નુરતે સુરતે બાંધ્યા જુગ સંસારા ભાઇ, કોઈ પીયો,

ઘડી પલકમાં ખલક બનાયા નીરાધાર આધારા હે જી,
એરી અતી અતી અજરા સોહી સરભંગી રમી રહ્યો ચોધારા, કોઈ પીયો,

જન્મ મરણના ગુણને નીરખો આપે નીરગુણ બાળા, રે જી
ભમર ગુફા ભીંતર જો બારી બંકનાળ રહી ધારા ભાઇ, કોઈ પીયો,

આઠે પહોર ત્યાં થાય આરતી ત્રિવેણી ટંકશાળા રે જી,
એ રે નીરગુણ વચ્ચે શીરગુણ રેવુ ગુણ નીરગુણ ગાવા ભાઇ, કોઈ પીયો,

કહે વીરમદે ગુણને નીરખો
આપે નીરગુણ થાવા,
નીરગુણ હે ન્યારા હે ન્યારા ભાઇ, કોઈ પીયો,
🙏🙏♨️♨️🙏🙏
સંતોના ચરણોમાં વંદન 🙏🙏🧎🏻🧎🏻🙏🙏

Gujarati Religious by બાબા સત્સંગી : 111656692
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now