23..નિરાંત સ્વામીની વાણી.
...........................................
શીદને મરો છો તાણી.
મારું ને તારું મન મમતા તરેલું.
તે મીથ્યા છે બોલવી વાણી.ટેક...
આવ્યા ત્યારે તમે શું રે લાવ્યા તા.
લઈને જવાના છો શું તે લ્યો જાણી.
આગળ થયા તેનું મૂળ જુવો જડે નહીં.
તેની શોધી ના જડે નિશાની.ટેક...
આરે કાયાનો પાયો છે કાચો.
તે ઉપર ઈમારત આણી.
દેખતા ભુલીને ડહાયા કહેવાયા.
ના સમજ્યા વરધ કે હાની.ટેક...
સુત વિત દારા તો અંતે રહેશે અળગા.
મીથ્યા માં મોજો માણી.
હરીના ભજન વિના હાણ ઘણી થશે.
ભોગવશો ભવની ખાણી.ટેક...
શાના તમે સુખ્યા હુંતો દુખ્યા દેખું છું.
છેલુ જુવો તમે છાણી.
દેખી પેખીને તમે ડહ્યા ભુલો છો.
કોણ લઈને ગયા છે કમાણી.ટેક...
મનુષ્ય દેહનો લ્હાવો હોય લેવો તો.
હરીને ભજો હેત આણી.
નિરાંત નહીંતર જાશો વ્હાવાયને.
તમે પછતાવો પળે પળે પ્રાણી.ટેક...
.........................................
લેખન.મનોહરદાસ ગુરુ બાવદાસ.
આમરણ.