એમને પામવાની માંગણી કરી છે;
પ્રભુની એટલેજ જાપણી કરી છે;
મળશે જરૂર સાથ સહકાર સૌનો,
અમે ક્યાં કાંટાની વાવણી કરી છે?
પહોંચી જઈશ એમના દિલ સુધી,
દિલથી દિલની મેં માપણી કરી છે;
વસવાટ કરવો છે એમના દિલમાં,
ત્યાં મજાની મારે છાવણી કરવી છે;
જોયો છે પ્રેમ મેં એમની વાતોમાં,
આંખોમાં એમની લાગણી ભરી છે;
ભરીશ મારા હુંફાળા આલિંગનમાં,
હૈયામાં મેં શ્વાસોની તાપણી કરી છે;
મરણોત્તર રહેશે એ મારા રૂદિયામાં,
એમની છબીની મેં છાપણી કરી છે;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)